Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું છે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને સીએમને પત્ર લખ્યો છે. કૈટ (કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન)ના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે. અહીં સરેરાશ એક પરિવારમાં 500 ગ્રામ પાડનો ઉપયોગ થાય છે, જેથી લોકોને 280 રૂપિયે કિલો લેખે 50 રૂપિયા વધારે ચુકવવા પડશે.


ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને GST કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે. 2017માં GST આવ્યા બાદ રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટકા ટેક્સ કરાયો હતા. 2011માં એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ પણ પાપડ પર ઝીરો ટકા નક્કી કર્યો હતો. પરંતુ હવે કાઉન્સિલે પાપડ પ્રોડક્ટને 18 ટકા દરનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું હતું. જેને લઈને ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાતના સી.એમને રજૂઆત કરી પાપડ પર GST ફરી જીરો કરવા માટે રજૂઆત કરી હતી.

શહેરમાં વર્ષે 30 લાખ કિલોના પાપડ અને ભૂંગળાનું વેચાણ થાય છે. વર્ષે લોકો 84 કરોડના પાપડ ખાઈ જાય છે, હવે તેની પર 18 ટકા GST લાગતા 15.12 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેવી જ રીતે એક પરિવાર વર્ષે સરેરાશ 6 કિલો પાપડ ઝાપટે છે તો વર્ષે આવા પરિવારના માથે રૂ. 300થી વધુનું ભારણ આવશે.

4 હજારથી વધારે મહિલાઓ પાપડના બિઝનેસમાં
સુરત સહિત દક્ષિણ ગુજરાતની મહિલાઓ પાપડનો બિઝનેસ કરે છે. ખાસ કરીને પાપડનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગમાં થતું હોય છે. સુરતમાં 4 હજારથી વધારે મહિલાઓ પાપડ ઉત્પાદનના બિઝનેસ સાથે જોડાયેલી છે.