રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાંથી વધુ એક નકલી ડોક્ટરને જિલ્લા એસઓજીએ પકડી લીધો હતો. ધો.12 પાસ નકલી ડોક્ટર છેલ્લા બે વર્ષથી ક્લિનિક ખોલી દર્દીઓ સાથે ચેડાં કરતો હોવાનું પોલીસની પૂછતાછમાં બહાર આવતા પેાલીસે વધુ પૂછતાછ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેટોડા જીઆઇડીસીમાં કોઇ ડિગ્રી ન હોવા છતા સર્વોદય નામે નકલી ડોક્ટર ક્લિનિક ચલાવતો હોવાની માહિતીને આધારે એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતની ટીમે દરોડો પાડી તપાસ કરતા ક્લિનિક ચલાવતા શખ્સની પૂછતાછ કરતા તે પડધરીના નાના સગડયા ગામે રહેતો સંજય દિનેશભાઇ ટીલાવત હોવાનું અને ધો.12 પાસ અને છેલ્લા બે વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની પાસેથી જુદા-જુદા પ્રકારની એલોપેથિક દવાઓ મળી કુલ રૂ.44 હજારની સહિતની મતા કબજે કરી હતી.