સરકારને વિવાદના નિવારણ માટેની યોજના વિવાદ સે વિશ્વાસ-1 હેઠળ MSMesને રિફંડને લગતા 10,00થી વધુ ક્લેમ મળ્યા છે. આ યોજના હેઠળ, MSMEs કોવિડ-19 દરમિયાન જાહેર ક્ષેત્રની કંપનીઓ અથવા સરકારી વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સિક્યોરિટીની બદલામાં પરફોર્મન્સના 95% રિફંડ માંગી શકે છે. વર્ષ 2023-24ના બજેટમાં રજૂ થયેલી સ્કીમ 17 એપ્રિલના રોજ ખુલી હતી અને રાહત માટે GeM પોર્ટલ પર ક્લેમ જમા કરાવવાની અંતિમ તારીખ 31 જુલાઇ હતી.
લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગને મોટી રાહત આપતા સરકારના કેટલાક મંત્રાલયો/વિભાગે MSMEsના કુલ 10,000થી વધુ ક્લેમ પ્રાપ્ત કર્યા છે અને કોવિડ-19 દરમિયાન જે MSMEsને નુકસાન થયું હોય તેમને તેનાથી મોટી રાહત મળશે. તેનાથી MSMEs સેક્ટરને રૂ.256 કરોડથી વધુ રકમનું રિફંડ મળશે જેનાથી ગેરેંટી મુક્ત થતા બેન્ક ધિરાણના પ્રવાહમાં પણ વૃદ્ધિ શક્ય બનશે.