હમાસે ગુરુવારે સીઝફાયર ડીલ હેઠળ ઇઝરાયલના બંધક અગમ બર્ગરને જબાલિયામાં રેડ ક્રોસને સોંપી દીધો. આ પછી તેને નેત્ઝારીમ કોરિડોર વિસ્તારમાં ઇઝરાયલી આર્મીના સ્પેશિયલ ફોર્સમાં લઇ જવામાં આવ્યા. તેઓએ અગમને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢ્યા.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ પણ કહ્યું છે કે મુક્ત કરાયેલા બંધકો સરહદ પાર કરીને ઇઝરાયલમાં પ્રવેશ્યા છે. હાલમાં, IDF આરોગ્ય તપાસ માટે અગરને સરહદ નજીકના સુવિધા કેન્દ્રમાં લઈ ગયા છે. અહીં જ અગમ તેના માતા-પિતાને મળશે.
અગમ બર્ગર ઇઝરાયલની સર્વેલન્સ સૈનિક છે જેનું 7 ઓક્ટોબર, 2023ના હુમલા દરમિયાન નાહલ ઓઝ પોસ્ટ પરથી હમાસના આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
બંધકોની મુક્તિનો આજે ત્રીજો તબક્કો છે. હમાસ ઈઝરાયેલની વધુ 2 બંધકોને મુક્ત કરશે. તેમાં બે મહિલાઓ, અર્બેલ યેહુદ (29) અને એક વૃદ્ધ વ્યક્તિ, ગાદી મોઝેસ (80)નો સમાવેશ થાય છે. આ સિવાય થાઈલેન્ડના 5 નાગરિકોને પણ હમાસની કેદમાંથી મુક્ત કરવામાં આવશે.