Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


રાજકોટના રૈયા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા દિનેશભાઈ મૂળજીભાઈ વાળા નામના 40 વર્ષીય યુવાનના ભગવતીપરામાં રહેતા સસરા ભાણજીભાઈનું અવસાન થયું હતું અને જેથી પત્ની જમુનાબેન અને બંને દીકરીઓ પખવાડિયાથી ત્યાં ગયા હતા અને પોતે ઘરે એકલા હતા. ગઈકાલે પાડોશીઓને દુર્ગંધ આવતા દિનેશના ભાઈને જાણ કરી હતી અને દિનેશના નાનાભાઈ હસમુખે ઘરે દરવાજો તોડી જોતા અંદર ભાઈ દિનેશનો મૃતદેહ પડ્યો હતો. તેમજ લાકડાની આડીમાં સાડી બાંધેલી હાલતમાં હતી અને તેની નીચે ખુરશી પડેલી હતી તેમજ ત્યાં નજીકમાં જ દિનેશનો મૃતદેહ પડ્યો હતો. તેમના ભાઈ હસમુખે જણાવ્યું કે મોટાભાઈ દિનેશને નશો કરવાની ટેવ છે તેમજ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીનેસે નશાની હાલતમાં ફાંસો ખાધો હશે અને બાદમાં નીચે પડી જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાનું પોલીસે અનુમાન કર્યું હતું. બનાવનું સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.