ગુજરાત યુનિવર્સિટીએ NAAC (National Assessment and Accreditation Council)નો A+ ગ્રેડ મેળવ્યો છે. યુનિવર્સિટી દ્વારા દસ વર્ષ બાદ ગ્રેડ મેળવવા માટે NAACમાં એપ્લાય કરતા પંદર દિવસ પહેલા ટીમ દ્વારા ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીને A+ મળતા 20 કરોડની જે ગ્રાન્ટ મળતી હતી તેની જગ્યાએ 100 કરોડ સુધીની મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ એડમિશનમાં અને જોબ ઓફરમાં લાભ થશે. ગુજરાત યુનિવર્સિટીએ તો A++ ગ્રેડ મેળવવા માટે તૈયારી કરી હતી. પરંતુ, વિદ્યાર્થી દિઠ ફેકલ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુનિવર્સિટીએ પણ સમયસર ભરતી થઈ ન હોવાનું માન્યું હતું.
A+ ગ્રેડ મળવાથી અગાઉ ગુજરાત યુનિવર્સિટીને PMઉષાની પૂરી ગ્રાન્ટ મળી શકી ન્હોતી તે હવે મળશે.અગાઉ 20 કરોડ સુધીની જ ગ્રાન્ટ મળી હતી તેની જગ્યા હવે 100 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે.આ ઉપરાંત અન્ય પણ યોજનાઓનો લાભ મળશે.A+ ગ્રેડ મળવાને કારણે વિધાર્થીઓને ફાયદો થશે.વિધાર્થીની ડિગ્રીમાં A+ ગ્રેડનો ઉલ્લેખ થશે જેથી એડમિશન અને જોબ ઓફરમાં ફાયદો થશે.