સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે અને વીડિયો છે નેધરલેન્ડના ખુબ જ લોકપ્રિય પીએમ માર્ક રુટ્ટનો. આ વીડિયોમાં માર્ક રુટ્ટ મિસાલ સેટ કરી રહ્યા છે,પોતે પીએમ હોવા છતાંય સામાન્ય માણસ તરીકે વીઆઈપી કલ્ચરથી હટીને સામાન્ય માણસ તરીકે એમનાથી જ્યાં ભૂલથી ફ્લોર પર કોફી ઢોળાઈ હતી એ જગ્યા ચોખ્ખીચણાક કરે છે અને એવું નહીં કે માત્ર પોતું મારીને આ જગ્યા સાફ કરી પણ કમરેથી વળીને બાકી રહી જતી જગ્યા ટિશ્યુથી સાફ કરી.
પીએમ નેધરલેન્ડ્સમાં ખુબ લોકપ્રિય છે કારણ કે ક્યારેક તેઓ સામાન્ય માણસની જેમ સાઇકલ લઈને પણ ઓફિસે જતા અથવા બહાર જતા નજરે પડતા હોય છે. એટલું જ નહીં, રૈયતના માણસોને હાઈ-હેલ્લો કરતા હાથ ઊંચો કરીને હાલચાલ પણ પૂછે છે.