સરકાર દ્વારા ગરીબો તહેવારની ઉજવણી કરી શકે તેમજ તેઓને પોષણ આહાર મળી રહે તે માટે રાહતદરે સસ્તા અનાજની દુકાન પરથી અનાજ વિતરણ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગની સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ગરીબોને દર માસે પુરતો જથ્થાનું વિતરણ કરવામાં આવતું નથી. અનાજનો જથ્થો સગેવગે કરી દેવામાં આવે છે. તો વળી કયારેક ગોડાઉનમાં જથ્થો પડયો પડ્યો સળી જાય છે.
પરત કરવાની જગ્યાએ નાશ કરીને સબ સલામતના બણગાં ફુંકાવામાં આવે છે. આવો જે એક કિસ્સો આણંદ નજીક આવેલા સદાનાપુરા ગામે સામે આવ્યો છે. જેમાં સદાનાપુરા નજીક પસાર થતી કેનાલની બાજુમાં આવેલ ગટરમાંથી 500થી વધુ ચણા અને મગની દાળના સડેલા પેકેટ મળી આવ્યા છે.