ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની તિરૂપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.જથ્થાનો કુલ વજન 4.5 ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે જ પાટણના 3 શખસની પોલીસે અટકાયત કરી છે. આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા.
બાતમીના આધારે ટાસ્ક ફોર્સ ત્રાટકી આ બાબતે તિરૂપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી એમ.ડી. શરીફે જણાવ્યું હતું કે, એમને ગઈકાલે રાત્રે ઇન્ફર્મેશન મળી હતી. ઉત્તમકુમાર, હંસરાજ અને પરેશ આ ત્રણેય રેડ સેન્ડર્સના ઈલિગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે. જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે. અમારા લોકલ સોર્સિસથી જાણ થતાં અમે લોકલ પોલીસને જાણ કરી હતી. લોકલ પોલીસની મદદથી અમે ત્રણેયને ડિટેન કર્યા છે. ઈન્ટ્રોગેશન દરમિયાન અંદર 154 રક્તચંદનના લાકડા હતા. 4.5 ટનના આ લાકડાની કિંમત બે કરોડ આસપાસ છે. અમે પાટણ કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તિરૂપતિ લઈ જઈશું.