શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો શુક્રવારે 'પોસ્ટ નાર્કો ટેસ્ટ ઇન્ટરવ્યુ' થયો હતો. જેમાં ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ની ટીમે આફતાબની 1 કલાક 45 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. ટીમ સવારે 11 વાગે તિહાર જેલ પહોંચી હતી. આજે પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટમાં આફતાબને એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના જવાબો અલગ-અલગ હતા.
નાર્કો ટેસ્ટ અને ઇન્ટરવ્યુ બંનેમાં આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આફતાબે જણાવ્યું કે તેણે શ્રદ્ધાના મૃતદેહને ચાઈનીઝ ચોપર વડે ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં તેણે ચોપરને ગુરુગ્રામમાં તેની ઓફિસ પાસેની ઝાડીઓમાં ક્યાંક ફેંકી દીધું હતું.
આફતાબે જણાવ્યું કે તેણે જ શ્રદ્ધાનું માથું મહેરૌલીના જંગલોમાં ફેંકી દીધું હતું. જ્યારે, તેણે શ્રદ્ધાનો ફોન મુંબઈમાં દરિયામાં ફેંકી દીધો હતો, જે દિલ્હી પોલીસ હજી સુધી શોધી શકી નથી. અગાઉ નાર્કો ટેસ્ટનો ઈન્ટરવ્યુ એફએસએલ ઓફિસમાં થવાનો હતો, પરંતુ આફતાબની સુરક્ષાને ધ્યાનમાં લઈને ટીમે તિહાર જેલમાં જ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું.
શ્રદ્ધાનો મોબાઈલ હજુ મળ્યો નથી
ફોરેન્સિક સાયન્સ લેબના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાના જણાવ્યા અનુસાર ગુરુવારે કરવામાં આવેલા નાર્કો ટેસ્ટમાં આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તેણે શ્રદ્ધાનો મોબાઈલ અને કપડાં ક્યાં ફેંક્યા તેની માહિતી પણ આપી છે.
દિલ્હી પોલીસ ગુરુવારે સવારે 8.40 વાગ્યે આફતાબને રોહિણીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ટેસ્ટ પહેલા તેનું સામાન્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાર્કો ટેસ્ટ ગુરુવારે સવારે 10 વાગ્યે શરૂ થયો હતો અને લગભગ બે કલાક પછી પૂરો થયો હતો.
આફતાબે જણાવ્યું કે તેણે શ્રદ્ધાના મૃતદેહને ચાઈનીઝ ચોપર વડે ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં તેણે ચોપરને ગુરુગ્રામમાં તેની ઓફિસ પાસેની ઝાડીઓમાં ક્યાંક ફેંકી દીધું હતું.