અમેરિકાના સાઉથ એરિઝોનામાં બે નાના વિમાન પરસ્પર ટકરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બુધવારે ટક્સનના મરાના રિજનલ એરપોર્ટ પર થયો હતો.
રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. હાલમાં આ દુર્ઘટનામાં સામેલ વિમાનોની ઓળખ અને દુર્ઘટનાના કારણોનો ખુલાસો થયો નથી.
આ ઘટનાની તપાસ માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમો પણ પહોંચી ગઈ છે.
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે એક વિમાન અચાનક ઉતર્યું હતું અને બીજું રનવે નજીક જમીન પર અથડાયું હતું અને તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક વિમાનમાં સવાર 2 લોકોનાં મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય વિમાનમાં સવાર 2 લોકો હેમખેમ રહ્યા હતા.