વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 15.94%ના વધારા સાથે રૂ. 240 પર લિસ્ટ થયો હતો. આ IPOની ઇશ્યૂ કિંમત ₹207 હતી. આ IPO 26 જૂનથી 28 જૂન સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો હતો.
આ ઈસ્યુ ત્રણ દિવસમાં કુલ 126.36 વખત સબસ્ક્રાઈબ થયો હતો. રિટેલ કેટેગરીમાં ઇશ્યૂ 58.31 ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 173.99 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 221.66 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
વ્રજ આયર્ન એન્ડ સ્ટીલનો ઇશ્યૂ ₹171 કરોડનો હતો
વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડનો આ ઈશ્યુ કુલ ₹171 કરોડ હતો. આ માટે, કંપનીએ ₹171 કરોડના 8,260,870 નવા શેર જારી કર્યા છે. આ સંપૂર્ણપણે નવો આઈપીઓ છે, જેમાં કંપનીના હાલના રોકાણકારો અને પ્રમોટર્સે ઓફર ફોર સેલ દ્વારા એક પણ શેર વેચ્યો નથી.
રિટેલ રોકાણકારો મહત્તમ 936 શેર માટે બિડ કરી શકે છે
વ્રજે આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ ₹195-₹207 નક્કી કરી હતી. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 72 શેર માટે બિડ કરી શકે છે. જો તમે ₹207ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરી હોત, તો તમારે ₹14,904નું રોકાણ કરવું પડત.