કોરોના મહામારીના બે વર્ષ બાદ મોટાભાગના કોર્પોરેટ સેક્ટરમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી, વ્યાજદરમાં વધારો, માગ ઘટવા છતાં દેશના મોટાભાગના સેક્ટરમાં પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો હતો. ગયા ક્વાર્ટરમાં ઓટો મોબાઈલ, બેંક અને ફાઈનાન્સ કંપનીઓની આવક અને નફો સૌથી વધુ 61% સુધી વધ્યો હતો.
વીમા કંપનીઓએ પણ સારું પ્રદર્શન કર્યું. જ્યારે IT અને FMCG કંપનીઓના નફામાં નજીવો વધારો થયો છે. બીજી તરફ, સિમેન્ટ, બિલ્ડિંગ મટીરિયલ્સ કંપનીઓની આવક અને નફામાં 73%નો ઘટાડો થયો છે. ટેલિકોમ કંપનીઓએ પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. 7 નવેમ્બર સુધી, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નિફ્ટી 50 કંપનીઓમાંથી 85% થી વધુ અને BSE 500 માં સમાવિષ્ટ લગભગ 60% કંપનીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.