આવતીકાલે મહાકુંભ એટલે કે મહાશિવરાત્રીનો છેલ્લો દિવસ છે. મંગળવારે સવારથી મેળામાં ભારે ભીડ જોવા મળી હતી, જો કે બપોર બાદ ભીડ ઘટી હતી. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44 દિવસમાં 64.33 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે સાંજે 4 વાગ્યા સુધી 97.21 લાખ લોકોએ સ્નાન કર્યું છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ સંગમ સ્નાન કર્યું. અભિનેત્રી રવિના ટંડને પણ પુત્રી રાશા સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી.
સાથે જ મહાશિવરાત્રિના સ્નાનોત્સવને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે સાંજે 4 વાગ્યાથી મેળા વિસ્તારમાં વહીવટી વાહનો સિવાયના તમામ વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.