Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 48 કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. હાલ પૂરતી બે દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી બે દિવસ છૂટા છવાયો વરસાદ પડી શકે છે. જો કે, આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઉઘાડ નીકળ્યો હોય તેવી સ્થિતિ છે તેની સાથે સાથે હજુ પણ આવતીકાલે આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દક્ષિણમાં આવેલા સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ત્રીજા અને ચોથા દિવસ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, 8 અને 9 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલ બે દિવસ પરંતુ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આગામી બે દિવસ દરિયાકાંઠા વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર હળવું રહે તેવી શક્યતા છે.