યુએસ ખાનગી અવકાશ કંપની સ્પેસએક્સનું બીજું મૂન મિશન, એથેના IM-2, આજે સવારે ભારતીય સમય મુજબ 5:45 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
છેલ્લા બે મહિનામાં સ્પેસએક્સ દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલું આ બીજું લેન્ડર છે. 15જાન્યુઆરી, 2025ના રોજ, પ્રથમ ચંદ્ર લેન્ડર ઓડીસિયમ IM-૨ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. 22 ફેબ્રુઆરીના રોજ, તેણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું, પરંતુ થોડા સમય પછી તે પલટી ગયું. પ્રથમ લેન્ડર નિષ્ફળ ગયા પછી, સ્પેસએક્સે પાંચ દિવસ પછી બીજું ચંદ્ર મિશન શરૂ કર્યું.