વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. તેમના આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં PMના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે. આ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતમાં ‘સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. લિંબાયત નિલગીરી મેદાન ખાતે PMના હસ્તે સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે.સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ, જેમાં બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાર્કિંગ, પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ. PM માટે 50 હજાર ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છેબેઠકમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.