ભારતે T20 વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાનનો ક્લીન સ્વીપ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 મેચ બીજી સુપર ઓવરમાં જીતી લીધી હતી. બેંગલુરુમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 212 રન જ બનાવી શકી હતી.
પ્રથમ સુપર ઓવરમાં અફઘાન ટીમે ભારતને જીતવા માટે 17 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતીય ટીમે 16 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, પ્રથમ સુપર ઓવર ટાઈમાં સમાપ્ત થઈ. આવી સ્થિતિમાં બીજી સુપર ઓવરમાં વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભારતે 11 રન બનાવીને મહેમાન ટીમને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ અફઘાન ટીમ માત્ર એક રન બનાવી શકી હતી અને બે વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે ભારતે ખૂબ જ રોમાંચક મેચમાં જીત મેળવી હતી.