ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા કરવામાં આવેલ ચુંબન સમગ્ર ફ્રાન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. મેક્રોને શુક્રવારે પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં તેમના રમત મંત્રીને ચુંબન કર્યું હતું. આ ઈન્ટીમેટ કિસ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.
ફોટોમાં તમે જોઈ શકો છો કે, 46 વર્ષીય એમેલી ઓડેયા-કાસ્ટેરા મેક્રોનની ગરદનને ચુંબન કરી રહી છે. જ્યારે તેનો એક હાથ તેની ગરદનની આસપાસ વીંટળાયેલો છે. બીજા હાથથી તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિનો હાથ પકડેલો છે. ફોટામાં ફ્રાન્સના વડાપ્રધાન ગેબ્રિયલ એટલ પણ તેમની નજર હટાવતા જોવા મળે છે.
ઈન્ટીમેટ કિસની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 4 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. આ કિસીંગ સીને ફ્રાન્સમાં પણ લોકોને ચોંકાવી દીધા છે. જ્યારે ફ્રાન્સમાં ચુંબન એ અભિવાદન કરવાની સામાન્ય રીત છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું: આ રીતે હું મારી ગર્લફ્રેન્ડને કિસ કરું છું. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે મને આ ફોટો અભદ્ર લાગે છે, તે રાષ્ટ્રપતિ અને મંત્રીને લાયક નથી. કેટલાક લોકોએ મેક્રોનની પત્ની બ્રિજિટ મેક્રોન ચુંબન પર કેવી પ્રતિક્રિયા આપશે તેની કલ્પના કરીને મેમ્સ પણ બનાવ્યા.