અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ માટે મુલતવી રાખ્યો છે. ટ્રમ્પે 4 માર્ચે બંને દેશ પર ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પના ટેરિફ મુલતવી રાખવાના નિર્ણય પછી કેનેડા અને મેક્સિકોએ આનાં વખાણ કર્યાં.
કેનેડાના નાણામંત્રી ડોમિનિક લેબ્લેન્કે જણાવ્યું હતું કે તેમનો દેશ પણ હાલ યુએસ માલ પરના ટેરિફને મુલતવી રાખશે. ટ્રમ્પે અગાઉ ફેબ્રુઆરીમાં કેનેડા-મેક્સિકો પર ટેરિફ લાદ્યા હતા, પરંતુ પછી તેણે તેને એક મહિના માટે મુલતવી રાખ્યો.
અગાઉ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકોથી આવતા ઘણા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ એના અમલીકરણના એક દિવસ પહેલાં તેમણે એને 30 દિવસ માટે મુલતવી રાખ્યો હતો.