Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મનોદિવ્યાંગ તરુણી પર ગામના જ શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો બનાવ પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને ત્રણ સંતાન છે. સૌથી મોટી દીકરી 17 વર્ષની છે. નાનપણમાં મોટી પુત્રીને આંચકી આવ્યા બાદ તેની સમજશક્તિ સાવ ઓછી હોવાને કારણે મનોદિવ્યાંગ છે અને તે ધો.7માં અભ્યાસ કરે છે. પોતે પતિ સાથે મજૂરીકામે સવારે નીકળી ગયા બાદ સાંજે પરત ઘરે આવે છે. આ સમયે સંતાનો ઘરે એકલા રહે છે.


દરમિયાન મોટી પુત્રી છેલ્લા પંદર દિવસથી બીમાર પડી હોય તબીબ પાસેથી દવા લીધી હતી. તેમ છતાં પુત્રીને તાવ ઉતર્યો ન હતો. ત્યારે તા.3-11ની સાંજે ભત્રીજો પુત્રીના ખબર અંતર પૂછવા આવ્યો હોય તેને પુત્રીને તબિયત સુધરતી ન હોવાની વાત કરી હતી. જેથી ભત્રીજાએ સારા ડોક્ટરને બતાવવા જવાનું કહીને લઇ ગયો હતો.

તે ડોક્ટરે પેડક રોડ પરના ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. જેથી પુત્રીને લઇ પોતે ભત્રીજા સાથે પેડક રોડ પર ડોક્ટર પાસે ગયા હતા. જ્યાં ડોક્ટરે સોનોગ્રાફી સહિતનું પરીક્ષણ કર્યા બાદ તેનો રિપોર્ટ આપી તમારી દીકરીના પેટમાં સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત કરી હતી. પુત્રીની સમજ શક્તિ અન્ય બાળકો કરતા સાવ ઓછી હોય અને તબિયત પણ સારી ન હોય તેની પૂછપરછ કરી ન હતી. બાદમાં બીજા દિવસે સવારે પુત્રીને ફોસલાવી પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા તે ગામની નદીએ નહાવા ગઇ હતી.