મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને હાઈજેક કરી. BLAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા, જેમાંથી 80 મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી આ ટ્રેનમાં 500 જેટલા મુસાફરો સવાર હતા.
સમાચાર એજન્સી AFP અનુસાર, સુરક્ષા દળોએ 43 પુરુષો, 26 મહિલાઓ અને 11 બાળકો સહિત 80 બંધકોને બચાવ્યા છે; બાકીનાને મુક્ત કરાવવાની કામગીરી ચાલુ છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
બલૂચ લડવૈયાઓએ બંધકોને યુદ્ધ કેદીઓ તરીકે ઓળખાવ્યા છે. BLAએ સરકારને તેના લડવૈયાઓની મુક્તિના બદલામાં આ બંધકોના વિનિમય માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.