Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહિલા ક્રિકેટમાં સંભવિતપણે પહેલીવાર સ્પૉટ ફિક્સિંગની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે પૂર્વ બાંગ્લાદેશી ખેલાડી શોહેલી અખ્તરે વર્તમાન બાંગ્લાદેશી પ્લેયર લતા મંડલને ફિક્સિંગની ઑફર આપી હતી. ઢાકાની ચેનલે તેનો ઑડિયો જારી કર્યો હતો. લતાએ તેની ફરિયાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) તથા ટીમ મેનજમેન્ટને કરી છે. બીસીબીએ કહ્યું હતું કે, આઇસીસીનું એન્ટિ કરપ્શન યુનિટ આ પ્રકારના કેસ તપાસે છે. હવે તપાસ પછી ખબર પડશે કે શું અન્ય ખેલાડીઓને પણ ફિક્સિંગની ઑફર અપાઈ હતી કે નહીં?


શોહેલી અખ્તર (પૂર્વ બાંગ્લાદેશી ખેલાડી): ‘હેલો લતા. હું બળજબરી નથી કરતી. તમે નક્કી કરો કે તમે કઈ મેચમાં ફિક્સિંગ કરવા માગો છો. તમે એક મેચમાં સારું રમશો તો બીજી મેચમાં હિટ વિકેટ કે સ્ટમ્પીંગ થઈ શકો છો. હિટ વિકેટ પર 30 લાખ અને સ્ટમ્પીંગ પર 5 લાખ મળશે.

લતા મંડલ (વર્તમાન બાંગ્લાદેશી ખેલાડી): નહીં. હું આવું ક્યારેય નહીં કરું. મહેરબાની કરીને મને આવી વાત ના કરશો.
(શોહેલીની સ્પષ્ટતા: થોડા દિવસ પહેલા એક ફેસબુક ફ્રેન્ડે કહ્યું હતું કે, તમારા ખેલાડી ફિક્સિંગ કરી રહ્યાં છે. મેં કહ્યું, આવું ન બની શકે. પુરાવા જોઈતા હોય તો હું આપીશ. તેથી એક રાષ્ટ્રીય ખેલાડીનો સંપર્ક કર્યો હતો, બસ આ ભૂલ થઈ ગઈ.)