ગ્રહ મંડળનો રાજા સૂર્ય બુધવારે સાંજે 7.16 વાગ્યાથી વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આ પરિભ્રમણ 30 દિવસનું રહેશે. વૃશ્ચિક રાશિનું મૂળભૂત કારકત્વ યાદશક્તિ, ભવિષ્યમાં બદલાની ભાવના, વેરભાવના, ડંખી સ્વભાવ, કંઈક અંશે છૂપો ઘમંડ તથા આંતરિક ગુસ્સાવાળીવાળી પ્રકૃતિ છે. આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વના ગણાતા સૂર્યનું આ પરિભ્રમણ નૈસર્ગિક કુંડળીથી 8મા ભાવેથી પસાર થવાને કારણે આ સમયગાળામાં પાણીજન્ય રોગો, નેત્રરોગો, ચામડીનાં દર્દો કે ચેપીરોગો થવાની સંભાવના છે. વિશેષમાં આગ, અકસ્માત, શોર્ટસર્કિટના અશુભ બનાવો પણ વધી શકે! ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રાજકીય મહાનેતાઓ અનેકવિધ બાબતોમાં વાદવિવાદમાં સપડાય, તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકીય કાવાદાવાનો પ્રજા ભોગ બની શકે, તેમ એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના પ્રણેતા જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું.
મેષઃ- માથાના ભાગે વાગવાની સંભાવના. નાનામોટા વાદ-વિવાદથી બચવું.
વૃષભઃ- જીવનસાથી કે ભાગીદાર સાથે અકારણ ઝઘડા થઈ શકે. કાલ્પનિક ભયથી પીડા થાય, સ્વભાવ ઉગ્ર બને.
મિથુનઃ- અજાતશત્રુ પર વિજય. પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન વધે. નજીકનાં સગાં મારફતે ભેટ મળી શકે.
કર્કઃ- સંતાનોના શિક્ષણ તેમજ આરોગ્યની ચિંતા રહે. વડીલ મિત્રોથી શુભ સમાચાર મળે.
સિંહઃ- નજીકનાં સગાં મારફતે વિક્ષેપોને કારણે તણાવ રહેશે. વડીલોની ચિંતા સતાવી શકે. વાહન અકસ્માત સંભવ.
કન્યાઃ- કબજિયાતને લગતી બીમારી થઈ શકે. જૂનાં કાર્યોમાં સફળતા મળે.
તુલાઃ- આકસ્મિક ખર્ચામાં વધારો થાય. બિનજરૂરી આગ્રહ નુકસાન પહોંચાડે. નજીકનાં સગાંના નિધન સમાચાર મળી શકે.
વૃશ્ચિકઃ- કોર્ટકચેરીનાં બંધન આવી શકે. ટૂંકી મુસાફરી લાભદાયી નીવડે. નકારાત્મક વિચારો ટાળવા.
ધનઃ- ડાયાબિટીસ વધી શકે. સરકારી બાકી નાણાં તાત્કાલિક મળે. શેરબજારમાં રોકાણો કરવાથી લાંબા ગાળે ફાયદો થાય.
મકરઃ- લગ્નોત્સુક યુવાનોને પસંદગીનું પાત્ર મળે. બાકી ઉધરાણીના પૈસા મળી શકે. નોકરીમાં બઢતી મળી શકે.
કુંભઃ- અટકેલાં કાર્યમાં સફળતા મળે. માતા તરફથી શુભ સમાચાર મળે.
મીનઃ- મહત્ત્વની કામગીરીમાં સફળતા અટકે. નજીકના મિત્રોથી નુકસાન સંભવ. તળિયાને લગતી તકલીફ આવી શકે.