ઉપલેટામાં હાર્દ સમા ચોકમાં આવેલી શહીદ ભગતસિંહની પ્રતિમાનું સ્ટેન્ડ સાવ પડુ પડુ થઇ ગયું છે અને ચોકમાં બનાવવામાં આવેલું સર્કલ પણ જર્જરિત બની ગયું હોઇ, આગામી 23 માર્ચના રોજ આવી રહેલા શહીદ દિવસે જ્યારે શહીદોને યાદ કરવામાં આવશે અને સરઘસ કાઢવામાં આવશે ત્યારે આ સર્કલ અને પ્રતિમાને નવા ક્લેવર મળી જાય.
દેશની આઝાદી માટેના આંદોલનમાં નવયુવાનો અને વિદ્યાર્થીઓ જોડાય, ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થાય ત્યારે આવનારી સરકાર દેશમાં શિક્ષણ આરોગ્ય વિજ્ઞાન ટેકનોલોજી અને રોજગારી માટે કામ કરે જનતાને સામાજિક ન્યાય સમાનતા અને ભાઈચારો બિનસાંપ્રદાયિક તાના અધિકારો મળે એવા હેતુથી ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને તેમના સાથીઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી અંગ્રેજ સરકારની એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કરવાના ગુનામાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુએ ધરપકડ વહોરી હતી અંગ્રેજ સરકારે ફાંસીની સજા કરી. 23 માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી.
ક્રાંતિકારીઓના આ બલિદાનને ભારત સરકારે 23 માર્ચના રોજ શહિદ દિવસ જાહેર કર્યો છે ત્યારે દર વર્ષે ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 40 વર્ષ થયા ભગતસિંહ અને નામી અનામી શહીદોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા મસાલ સરઘસનું આયોજન કરે છે.