રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોન્ડ્રી કોન્ટ્રાક્ટર દ્વારા રૂ. 30 લાખથી વધુની કિંમતના ઓછાડ (બેડશીટ્સ), પડદા, અને ઓપરેશન થિયેટરના કપડાં ગુમ થવાને કારણે ચાર મહિના પહેલાં શરૂ થયેલો વિવાદ હજી ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદની સાહસ સોલ્યુશન નામની કોન્ટ્રાક્ટ પેઢીએ જૂન મહિનામાં ધોલાઈ માટે કપડાં લઈ ગયા બાદ પરત કર્યા નહોતા. જોકે, તાજેતરની માહિતી મુજબ, વિવાદમાં માંડવાળ થઈ હોય તેમ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 8.51 લાખની વસૂલાત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ખુલાસો કર્યો છે કે, કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહીની પ્રક્રિયા હજુ ચાલુ છે અને બિલનું પૂરું ચુકવણું કરાયું નથી. અગાઉ, સિવિલ તંત્રએ પેઢીના રૂ. 9 લાખના 3 બિલ અટકાવીને નોટિસ ફટકારી હતી. કપડાં ગુમ થવાના આ ગંભીર મામલે હવે આરોગ્ય કમિશનર કક્ષાએ પણ નોંધ લેવાય તેવી શક્યતા છે.
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ રાજપથલી દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ 72 રૂટ પર 100 સીએનજી તથા 138ઇલે. એમ કુલ 238 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. જુદી જુદી વ્યક્તિઓ દ્વારા શહેરીબસસેવાના બસ સ્ટોપ/પીકઅપ સ્ટોપ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાંસ્ટીકર/પોસ્ટર લગાવી શહેરી બસ સેવાના બસ સ્ટોપને નુકશાન કરી કદરૂપા બનાવ્યા હતા. જે સબબ જુદા જુદા ત્રણ આસામીઓને રૂ.47,000નો વહીવટી ચાર્જ ભરવા નોટીસ આપવામાં આવી છે. સીટી બસ સેવાના પીક/બસ સ્ટોપ પર કોઈ પણ પ્રકારની અનાધિકૃત જાહેરાત ને લગત સ્ટીકર કે પોસ્ટર લગાવવા નહિ. અન્યથા ધોરણસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.