Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિશ્વમાં ભલે છેલ્લા કેટલાક સમયથી અનેક આપત્તિઓનું સર્જન થઇ રહ્યું હોય પરંતુ ભારતીય અર્થતંત્ર ઝડપી ગ્રોથ સાધી રહ્યું છે. અને અમર્યાદિત તકો રહેલી છે. ટેક્નોલોજીમાં ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે અદાણી ગ્રુપ આગામી એક જદાયકામાં ન્યૂ એનર્જી અને ડેટા સેન્ટર સહિત ડિજિટલ સેક્ટરમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે.


જેમાં 70 ટકા હિસ્સો એનર્જી સેક્ટરમાં બદલાવ માટે નક્કિ કરવામાં આવ્યો છે. વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ જણાવ્યું કે અમારા 45 ગીગાવોટ હાઇબ્રિડ અક્ષય ઉર્જા ઉત્પાદન ક્ષમતા જોડવાનું લક્ષ્ય છે. સોલર પેનલ, વિન્ડ ટર્બાઇન અને હાઇડ્રોઝન ઇલેક્ટ્રોલાઇઝર બનાવવા માટે ત્રણ પ્લાન્ટ સ્થાપીત કરાશે. વિશ્વમાં ભાગ્યે જ કોઇએ વિચાર્યું હશે કે માત્ર 36 મહિનામાં જ આપણી દુનિયા બદલાઇ જશે. માગમાં સમયાંતરે મોટો ઉછાળો પણ પુરવઠામાં ખેંચને કારણે ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચી જશે. જેને કારણે અનેક ફેડરલ બેન્ક ધારણા કરતાં વ્યાજદરમાં વધુ વધારો કરશે. જો કે આ બધા વચ્ચે પણ વર્ષ 2030 સુધીમા ભારતનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે તેવો આશાવાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્યક્ત કર્યો હતો.

વધુમાં સિંગાપુરમાં 26 અને 27 સપ્ટેમ્બરે યોજાયેલી 20મી ફોર્બ્સની ગ્લોબલ CEO કોન્ફરન્સને સંબોધતાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે અહીં આવવું એક સન્માનની વાત છે. કોરોના મહામારીને કારણે ત્રણ વર્ષના સમયગાળા પછી એક ફિઝિકલ મીટિંગમાં આવવાથી મને આનંદ થયો છે. કોરોના મહામારીને લીધે વર્ચ્યુઅલ મીટિંગમાં મને એવો અનુભવ થતો હતો કે હું પણ કાયમી સ્વરૂપે ક્લાઉડમાં છું.