પાંચ મહિનાથી ગુમ થયેલી મહિલાને પોલીસ શોધી લાવી ભાસ્કર ન્યૂઝ | વીરપુર વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ મહિનાથી ગુમ થયેલી મહિલાને પોલીસે શોધી કાઢીને તેના પરિવાર સાથે મેળવી આપી હતી. આ મહિલા સુરેન્દ્રનગર જિલ્લાના મેતાસર ગામ ખાતે હોવાની હકિકતના આધારે મેતાસર ગામ ખાતે જઇ શોધી કાઢી વિરપુર પોલીસ સ્ટેશો લાવી યોગ્ય કાર્યવાહી કરી હતી.
વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનના પી આઇ એસ. જી. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઇ બગડા, ડ્રાઇવર જગદીશભાઇ વાઘમસી સહિત વિરપુર પોલીસ સ્ટાફના હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી પાંચ મહિનાથી ગુમ થયેલી મહિલા સુરેન્દ્રનગર જિલ્લાના દસાળા તાલુકાના મેતાસર ગામ ખાતે હોવાની હકિકતના આધારે મેતાસર ગામ ખાતે જઇ શોધી કાઢી વિરપુર પોલીસ સ્ટેશન લાવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.