અમેરિકામાં બાળકોનાં હિતોની વકીલાત કરનારી સંસ્થા કોમનસેન્સ મીડિયાનો એક સરવે સામે આવ્યો છે. હાલમાં જ કરાયેલા આ સરવેથી જાણવા મળે છે કે યુવાન અમેરિકનો પોતાના ભવિષ્ય માટે ડર અનુભવે છે. તેને રાજનેતાઓ પર ઓછો વિશ્વાસ છે. પાછલી પેઢીઓની સરખામણીએ વર્તમાન પેઢી પોતાના શિક્ષણ અને માનસિક આરોગ્ય પ્રત્યે ખૂબ ચિંતિત છે.
12થી 17 વર્ષના માત્ર એક તૃતીયાંશ ટીનએજર્સનું માનવું છે કે તેના માટે બધું સારું ચાલી રહ્યું છે. બે-તૃતીયાંશ ટીનએજર્સનું કહેવું છે કે રાજનેતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ યુવાઓની જરૂરિયાતો અને અનુભવોને પ્રતિબિંબિત નથી કરતા. માત્ર 7% ટીનએજર્સનું માનવું છે કે રાજનેતા યુવાઓનું સારું પ્રતિનિધિત્વ કરે છે. 65%નું કહેવું છે કે સમાજના બાળકો અને કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ છે. ત્યારે, ગેલપ અને વાલ્ટન ફેમિલી ફાઉન્ડેશનના અન્ય સરવેમાં 18થી 26 વર્ષના માત્ર 15 યુવાનોએ કહ્યું કે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું છે. આ 2013ની સરખામણીએ મોટો ઘટાડો છે, જ્યારે 50% થી વધુ યુવાઓએ માનસિક સ્વાસ્થ્ય સારું હોવું માન્યું હતું. સરવેનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો શિક્ષણ પણ હતો.
ગેલપે જ્યારે ટીનએજર્સને ત્રણ શબ્દોમાં સ્કૂલમાં અનુભવાતી લાગણીનું વર્ણન કરવા કહ્યું તો બધાનો સામાન્ય જવાબ હતો થાક, કંટાળો અને તણાવ અનુભવવાનો હતો. ત્યારે, 60% કિશોરોએ કહ્યું કે મહામારીને કારણે ભણતરને થયેલું નુકસાન પણ એક સમસ્યા હતી.