દેશમાં નવેમ્બર દરમિયાન વેપાર ખાધ વધીને 23.89 અબજ ડોલર થવા છતાં પણ નિકાસમાં વૃદ્ધિ 0.59 ટકા સાથે 31.99 અબજ ડોલર નોંધાઇ હતી. નિકાસમાં આંશિક વધારો જ જોવા મળ્યો હતો. ગત વર્ષે નવેમ્બરમાં નિકાસ 31.8 અબજ ડોલર રહી હતી. આયાત નવેમ્બરમાં 5.37 ટકા વધીને 55.88 અબજ ડોલર નોંધાઇ હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 53.03 અબજ ડોલર જોવા મળી હતી.
એપ્રિલ-નવેમ્બર 2022 દરમિયાન, નિકાસ 11 ટકા વધીને 295.26 અબજ ડોલર રહી હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 265.77 અબજ ડોલર નોંધાઇ હતી. જો કે આયાત ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિના દરમિયાન 29.5 ટકા વધીને 493.61 અબજ ડોલર રહી હતી. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન તે 381.17 અબજ ડોલર નોંધાઇ હતી.
એપ્રિલ-નવેમ્બરમાં વેપાર ખાધ વધીને 198.35 અબજ ડોલર હતી જે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન 115.39 અબજ ડોલર જોવા મળી હતી. ઓક્ટોબર દરમિયાન વૈશ્વિક માંગમાં મંદીને કારણે વેપાર ખાધ વધીને 26.91 અબજ ડોલર થઇ હોવા છતાં દેશની નિકાસ બે વર્ષના અંતર બાદ 16.65 ટકા ઘટીને $29.78 અબજ રહી હતી.