ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ સંપૂર્ણ રીતે ફાસ્ટ બોલરોના નામે રહ્યો હતો. દિવસમાં બંને ટીમની કુલ 23 વિકેટ પડી હતી. કેપટાઉનમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું પરંતુ 55 રન સુધી મર્યાદિત રહી. તેમના 11 ખેલાડીઓ માત્ર 23.2 ઓવર જ બેટિંગ કરી શક્યા.
ભારતે બીજા સેશનમાં પ્રથમ દાવની શરૂઆત કરી હતી પરંતુ ટીમ પણ 153ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ ત્રીજા સેશનમાં તેનો બીજો દાવ શરૂ કર્યો હતો. દિવસની રમતના અંતે ટીમે 3 વિકેટે 62 રન બનાવી લીધા હતા. આ રીતે પ્રથમ દિવસે કુલ 23 વિકેટ પડી હતી. ભારત હજુ 36 રનથી આગળ છે.
સાઉથ આફ્રિકા તરફથી ઓપનર એડન માર્કરમ 36 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા અને ડેવિડ બેડિંગહામ 7 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા. બીજા દિવસની રમતમાં બંને સાઉથ આફ્રિકાના દાવે આગળ ધપાવશે. ભારત તરફથી મુકેશ કુમારે 2 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહને પણ 1 સફળતા મળી હતી.