વિશ્વમાં દર વર્ષે 24 માર્ચના દિવસે ટ્યુબરક્યુલોસિસ ટીબી રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તેને નિયંત્રિત કરવા માટે પ્રયાસો વધારવા માટે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2025 માટે વિશ્વ ટીબી દિવસની થીમ હા આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
વિશ્વ ટીબી દિવસ 24 માર્ચને સોમવારે બાલભવન ગેટ પાસે રાજકોટના ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ_ફાર્માસ્યુટિકલ સાયન્સ, રાજકોટ સરકારી શહેરી અને રાજકોટ મહાનગરપાલિકા ક્ષય વિભાગ પણ જોડાયો હતો.
ભારત સરકારના 100 દિવસનો ટીબી નાબૂદી પ્રોગ્રામ અંતર્ગત હેલ્થ અવેરનેસ કાર્યક્રમમાં રાજકોટની જાહેર જનતાને ટીબી (ક્ષય)થી કઈ રીતે બચી શકાય, કઈ કઈ સાવચેતી રાખી શકાય એ વિશે માહિતી મેળવી હતી અને આ રોગની નાબૂદી માટે જાહેર જીવનમાં ફાર્માસિસ્ટ કઈ રીતે ઉપયોગી થઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી નુક્કડ નાટક અને ટીબી વિશેની માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.