અમેરિકામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 2.6 કરોડ લોકો એકલા રહે છે. તેમની સાથે કોઇ પરિવારજન કે કોઇ મિત્ર પણ રહેતું નથી. વર્ષ 2000માં થયેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે 50 વર્ષથી વધુ ઉંમરના 1.5 કરોડ લોકો એકલા જ રહે છે.
પહેલાની તુલનામાં હવે છૂટાછેડા લેનારા, વિધ્વા-વિધૂર અને અપરિણીત લોકોની સંખ્યા પણ વધી રહી છે, જેને કારણે એકલતા જીવન વિતાવતા લોકોની સંખ્યા વધી છે. આ વધતી સંખ્યા ચિંતાનો વિષય બની છે.
તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર એકલા રહેતા વૃદ્વ શારીરિક અને માનસિક રીતે પરેશાન રહે છે. જ્યારે અપરિણીત અને સંતાન ન ધરાવતા વૃદ્વોને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. 52 વર્ષીય કે.જે. માઇલ્સે મરજી મુજબ જીવન જીવવા માટે લગ્ન કર્યા નથી, પરંતુ હવે વૃદ્વ થવાનો ડર સતાવે છે. એકલા રહેનારા લોકોમાં મહિલાઓની સંખ્યા વધુ છે.