Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનની 10 ટ્રિપ્સ દોડાવાશે. ટ્રેન નંબર 09523 ઓખા - દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ ઓખાથી દર મંગળવારે 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 18મી એપ્રિલથી 16 મે સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા - ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલથી 17મી મે સુધી ચાલશે.


આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેનનું બુકિંગ 18 માર્ચથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, વેકેશનમાં પર્યટન સ્થળે જવા માટે મુસાફરોની ભારે ભીડ રહે છે અને અત્યાર જ મે, જૂનના બુકિંગ થઈ રહ્યા છે ત્યારે યાત્રીના ધસારાને પહોંચી વળવા આ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે.