મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે રેલવેએ રાજકોટ-કોઇમ્બતુર અને કોઈમ્બતુર-રાજકોટ ટ્રેનોમાં પરંપરાગત રેકને અત્યાધુનિક LHB રેકથી બદલવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 16613/16614 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ ટ્રેન (સાપ્તાહિક) 25 મેથી રાજકોટથી અને 23 મેથી કોઈમ્બતુરથી LHB રેક સાથે દોડશે. આ ટ્રેનમાં કુલ 19 કોચ હશે જેમાં 1 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 6 સેકન્ડ સ્લીપર, 4 જનરલ, 1 લગેજ વાન અને 1 જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.
LHB કોચ એ ટ્રેનમાં ઉપયોગમાં લેવામાં આવતી આધુનિક કોચ પ્રણાલી છે, જે જૂના ICF કોચની તુલનામાં વધુ સુરક્ષિત, આરામદાયક અને કાર્યક્ષમ છે. આ ટ્રેનમાં અલએચબી કોચ લગાવવાથી મુસાફરી વધુ સુરક્ષિત અને વધુ આરામદાયક બની રહેશે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી સુવિધાઓ સાથે ઝડપી મુસાફરી પૂરી પાડવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. રેલવે હવે ધીમે તમામ ટ્રેનોમાં જૂના કોચને બદલીને અત્યાધુનિક ટેક્નોલોજીવાળા અને સુરક્ષાની દ્દષ્ટીએ પણ સલામત એવા LHB કોચ ટ્રેનોમાં લગાવી રહી છે.