રશિયાએ ગુરુવારે યુક્રેન પર સમુદ્ર અને આકાશમાંથી તેનાં મુખ્ય શહેરો પર 120 મિસાઇલો છોડી. મિસાઇલના ધમાકા રાજધાની કીવ સહિત 7 શહેરોમાં સંભળાયા. હુમલામાં 14 વર્ષીય બાળકી સમેત 3 લોકોના ઘાયલ થવાની ખબર છે. તેની પહેલાં 15 નવેમ્બરે પણ રશિયાએ યુક્રેન પર 100 મિસાઇલો છોડી હતી. તેમાંથી 2 મિસાઇલો પોલેન્ડમાં પડી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના સલાહકાર માઇખાઇલો પોડોલિયાકે બતાવ્યું કે હુમાલો રહેણાક વિસ્તારોમાં કરવામાં આવ્યો. કેટલીય ઇમારતો તબાહ થઇ ગઇ છે. કીવ સિવાય લ્વીવ, ખાર્કિવ, માઇકોલિવ, ઓડેસા, પોલ્ટાવા અને જિટોમિર પણ ધમાકાના અવાજો સંભળાયા.
યુક્રેનમાં રેડ એલર્ટ, કામીકાજે ડ્રોનથી પણ હુમલા
યુક્રેનની એરફોર્સે કહ્યું- રશિયાએ અમારી ઉપર કેટલીય દિશાઓમાંથી હુમલા કર્યા. ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી છે. હુમલામાં કામીકાજે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુરુવાર સવારે યુક્રેનના કેટલાય શહેરોમાં રેડ એલર્ટ પણ સાંભળવા મળ્યું. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ અપીલ કરી છે કે જ્યાં સુધી રશિયા હવાઇ હુમલા બંધ નહીં કરે, તેઓ બંકરોમાં જ રહેશે.
લિવના 90% વિસ્તારોમાં વીજળી નથી લિવ શહેરના મેયર એન્ડ્રી સદોવીએ કહ્યું- 90% વિસ્તારોમાં વીજળી નથી. વોટર સપ્લાય સિસ્ટમ થપ થઇ ગઇ છે. મિસાઇલોએ જ્યાં ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે, ત્યાં સેંકડો લોકો કડકડતી ઠંડીમાં વગર વીજળીએ રહેવા મજબૂર છે. ખાર્કિવમાં પણ વીજળી સપ્લાય ઠપ થઇ ગઇ છે.