બ્રાઝિલમાં 25 વર્ષીય એક હુમલાખોર કુહાડી લઈને પ્રી-સ્કૂલમાં માસુમો પર હુમલો કર્યો હતો. હુમલામાં 4 ભુલકાઓના મોત થયા હતા. જ્યારે 5 ઘાયલ થયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃત્યુ પામેલા માસુમ બાળકોની ઉંમર 5 થી 7 વર્ષની વચ્ચે હતી.
એક અધિકારીએ જણાવ્યું - હુમલાખોર સાન્તા કેટરિના સ્ટેટના બ્લુમેનો શહેરમાં એક પ્રી-સ્કૂલની દિવાલ કૂદીને અંદર ઘુસ્યો હતો. હુમલાખોરે ત્યાં હાજર બાળકો અને સ્ટાફ પર હુમલો કર્યો. બાદમાં તેણે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.