શુક્રવારે સવારે 11:50 વાગ્યે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેના ભૂકંપના આંચકા ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને ચીન સહિત પાંચ દેશોમાં અનુભવાયા હતા. મ્યાનમાર અને થાઇલેન્ડમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
એકલા મ્યાનમારમાં જ 150 લોકોનાં મોત થયા છે, જ્યારે 732 લોકો ઘાયલ થયા છે. જ્યારે, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નિર્માણાધીન 30 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ સાઇટ પર 400 લોકો કામ કરી રહ્યા હતા. જેમાંથી 110 લોકો કાટમાળ નીચે દટાયેલા છે. ગુમ છે, જ્યારે 3 લોકોના મોત થયા છે.
આ 5 દેશોના વિવિધ વિસ્તારોમાં ગભરાટમાં સેંકડો લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી ગયા. ભારે વિનાશને કારણે, થાઇલેન્ડના વડા પ્રધાન પિથોંગટાર્ન શિનાવાત્રાએ કટોકટી જાહેર કરી છે.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, આ ભૂકંપને કારણે મૃત્યુની શક્યતાને રેડ કેટેગરીમાં રાખવામાં આવી છે. આ શ્રેણીમાં, 10 હજારથી 1 લાખ મૃત્યુ થઈ શકે છે, જેની સંભાવના 34% એટલે કે સૌથી વધુ છે.