ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો બીજા દિવસ ઉસ્માન ખ્વાજા અને કેમરુન ગ્રીનના નામે રહ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખ્વાજા 180 રન બનાવીને આઉટ થયો, જ્યારે ગ્રીને 114 રન બનાવ્યા. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 480 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના રવિચન્દ્રન અશ્વિને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.
બીજા દિવસની મેચના અંત સુધીમાં ભારતે વિના નુકસાને 36 રન બનાવી લીધા હતા. ત્રીજા દિવસે સુકાની રોહિત શર્મા 17 અને શુભમન ગિલ 18 રનના પોતાના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ ધપાવશે.
શમીને 2 વિકેટ મળી હતી
ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ દાવમાં ખ્વાજા-ગ્રીન ઉપરાંત ટોડ મર્ફીએ 41, કેપ્ટન સ્મિથે 38, નાથન લાયને 34 અને ટ્રેવિસ હેડે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ ભારત તરફથી મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.