યુવાનીના સમયમાં નિવૃત્તિ માટેનું આયોજન ઘણાંને અજુગતું લાગી શકે પરંતુ તેના નોંધપાત્ર લાભો છે. જ્યારે વ્યક્તિ કમાવાનું શરૂ કરે ત્યારે તેનું ધ્યાન સામાન્ય રીતે લાંબા ગાળાના લક્ષ્યાંકો માટે તૈયારી કરવાનું નહીં પરંતુ તાકિદની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા પર હોય છે. તાજેતરમાં નિવૃત્તિ અંગેના એક સર્વેમાં જણાવાયું હતું કે 57 ટકા શહેરી ભારતીયોને ચિંતા છે કે તેમની નિવૃત્તિની બચતો 10 વર્ષમાં જ પૂરી થઈ જશે અને 24 ટકા લોકોને જ એટલો વિશ્વાસ છે કે તેમન બચતો આખર સુધી ટકી રહેશે.
આ ઉપરાંત, 31 ટકા લોકો એ બાબતે અનિશ્ચિત છે કે નિવૃત્તિ પછી તેમની હાલની જીવનશૈલી ટકાવી રાખવા માટે કેટલી રકમની જરૂર પડશે. આ દર્શાવે છે કે વધુ સારા નિવૃત્તિ આયોજન અને જાગૃતતાની ખૂબ જ જરૂર છે. મેક્સ લાઇફ પેન્શન ફંડ મેનેજમેન્ટના સીઈઓ રણબીર સિંહ ધારીવાલના મતે નાણાંકીય સુરક્ષા મેળવવા માટે વહેલી ઉંમરે નિવૃત્તિ માટેનું આયોજન શરૂ કરવું ખૂબ જરૂરી છે તેમ મેક્સ લાઇફ પેન્શન ફંડ મેન્જમેન્ટના રણબીર સિંહ ધારીવાલે જણાવ્યું હતું.
નિવૃત્તિની ઉંમર ભલે અત્યારે દૂર જણાતી હોય પરંતુ નાણાંકીય યોજના બનાવવાથી ભવિષ્યમાં નોંધપાત્ર લાભો થઈ શકે છે. નિવૃત્તિનું આયોજન મજબૂત નાણા વ્યૂહરચનાનું મહત્વનું પાસું છે જેનાથી વ્યક્તિને ભવિષ્યમાં ઊભી થઈ શકતા સંભવિત પડકારોનો સામનો કરવા માટે સમય મળી શકે.