દુનિયાભરમાં આતંકની ફેક્ટરી તરીકે પંકાયેલા પાકિસ્તાનના અનેક લોકો બ્રિટનમાં પણ વસવાટ કરે છે પરંતુ મૂળમાં જ જ્યાં ગુનાખોરી વણાયેલી છે એવા આમાંના અનેક પાકિસ્તાની માઈગ્રન્ટ્સ બ્રિટનમાં પણ ગુનાખોરી આચરીને બ્રિટિશરોના માથાનો દુઃખાવો બની ગયા છે. જેના પગલે યુકેના ભારતીય મૂળના ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક સિમાચિહ્નરૂપ કરાર પાકિસ્તાન સાથે કર્યો છે. આ કરાર અનુસાર, યુકેની જેલોમાં કેદ પાકિસ્તાની માઈગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દઈને પાકિસ્તાન ભેગા કરી દેવામાં આવશે.
યુકેનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે પાકિસ્તાનના આંતરિક બાબતોનાં મંત્રી યુસુફ નસીમ ખોખર અને બ્રિટન ખાતેના પાકિસ્તાનના રાજદૂત મોઆઝમ અહમદ ખાન સાથે રિટર્ન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. આ કરાર અનુસાર, હવે યુકે તેની જેલોમાં કેદ એવા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા પાકિસ્તાની માઈગ્રન્ટ્સને પાકિસ્તાન ભેગા કરી દેશે. યુકેની જેલોમાં જે કેદ રહેલા પાકિસ્તાની માઈગ્રન્ટ્સ છે તેમાં નિષ્ફળ શરણાર્થીઓ, વિઝાની મુદત પૂરી થયા પછી પણ બ્રિટનમાં રહેતા લોકો અને ઈમિગ્રેશનના મામલે ગુનાઓ આચરનારા લોકો સામેલ છે, જેમને હવે પાકિસ્તાન ડિપોર્ટ કરી દેવામાં આવશે.