Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનને સિસ્ટમ સક્રિય છે. જોકે હાલ એક જ સિસ્ટમ સક્રિય બની છે.


આજે આ જિલ્લામાં વરસાદ પડી શકે આજે રાજ્યના દીવ, વલસાડ, દમણ, વલસાડ, સુરત, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે, જ્યારે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.