એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અમદાવાદને મળેલી ચોક્કસ બાતમીના આધારે 29 એપ્રિલે મહિલા મુસાફરને સોનાની દાણચોરી કરતા ઝડપી પાડી હતી. ઇન્ડિગો ફ્લાઇટ નં. 6E76 દ્વારા જેદ્દાહથી અમદાવાદ આવી રહેલી એક મહિલા મુસાફરને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. તપાસ દરમ્યાન મહિલાના શરીરમાંથી 24 કૅરેટ 374.90 ગ્રામ વજનનું સોનું મળ્યું હતું. આ સોનું કુલ બે કેપ્સ્યુલ્સના સ્વરૂપમાં શરીરના ગુુપ્તભાગમાં સંતાડવામાં આવ્યું હતું. કુલ વજન 416.100 ગ્રામ હતું.
આ સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 37,26,506 થાય છે. અધિકારીઓ દ્વારા મહિલા મુસાફર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગ સંડોવાયેલ છે કે નહીં તે અંગે કસ્ટમના અધિકારીઓ વધુ પૂછપરછ તથા તપાસ કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં પણ એરપોર્ટથી જેદ્દાહથી આવેલા પેસેન્જર પાસેથી દાણચોરીથી લવાયેલું સોનું પકડી પાડ્યું હતું.