Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિશ્વભરમાં પ્રખ્યાત કાઠિયાવાડી અશ્વો અને તેનું સંવર્ધન કરનાર આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે વણાયેલા છે. આ અશ્વ પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા 17મા કામા અશ્વ શો અને રમતોત્સવનું આગામી 26થી 28 ડિસેમ્બર સુધી વાંકાનેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગુજરાત અને ગુજરાત બહારથી કાઠિયાવાડી, મારવાડી અને સિંધી બ્રીડના 280 અશ્વનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ચાર વર્ષ બાદ સૌરાષ્ટ્રના આંગણે ભવ્ય અશ્વ શો થવા થઈ રહ્યો છે.

રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, 1994માં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નામદાર મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલાના પ્રમુખ સ્થાને પ્રથમ ભવ્ય અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ 2025માં તેમની યાદમાં “17મો કામા અશ્વ મહોત્સવ” યોજાઈ રહ્યો છે. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ ગુજરાતના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી યોજાઈ રહ્યો છે. જેમાં 25 ડિસેમ્બરના રોજ ભવ્ય અશ્વ પ્રદર્શન અને નગરયાત્રા સાંજે 3.30 વાગ્યે વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર યોજાશે.