Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ નોંધાઈ રહી છે. ક્યાંક તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે ને ઠંડી તેના જૂના રેકોર્ડ પણ તોડી રહી છે તો ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત છે. હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે અને તેમાં પણ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ અને ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત ઉત્તર અને મધ્યમ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થશે. જોકે, કચ્છમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તો કચ્છમાં ઘટશે હાલ ઉત્તર ભારતમાં સ્થિત કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે, જે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે એવો નિર્દેશ આપી રહ્યા છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ભારતના ભાગોમાં ઠંડી અને હિમવર્ષાનું પ્રમાણ પણ આ વર્ષે સારી માત્રામાં રહ્યું છે. બીજી તરફ રાજસ્થાન અને પાકિસ્તાનમાં વાતાવરણના ઉપલા સ્તરમાં એન્ટી સાઈસર રચાયું છે, જેના કારણે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ખેંચાઈ રહ્યું છે, જેની અસર કચ્છ સુધી પણ પહોંચી છે. આ એન્ટી સાઈસરની અસરના કારણે જ કચ્છમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીનું જોર ઘટ્યું છે.