ખેડા જિલ્લાના માતર તાલુકાનું પરિએજ તળાવ તેની કુદરતી સુંદરતા, ત્યાં આવતાં અલભ્ય પ્રવાસી પક્ષીઓને કારણે વર્ષોથી પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરસાલ ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીમાં 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિના 60 હજારથી વધુ પક્ષીઓ પરિએજના મહેમાન બને છે. આવર્ષે 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિ સહિતના 60 હજારથી વધુ પક્ષી મહેમાન બન્યા છે. સૌથી વધુ અહીં ગાજહંસ પક્ષી જોવા મળે છે. જેની સંખ્યા 2500 થી પણ વધુ છે.
આ ઉપરાંત ફ્લેમીંગો અને ભાગ્યેજ જોવા મળતાં વોટર રેઇલ, ગ્રાસ હોપર વોબલર પક્ષીઓ કે જેઓ શરમાળ પ્રકૃતિના હોવાથી સંતાઇને રહે છે અને ભાગ્યેજ જોવા મળે છે તે પણ જોવા મળે છે. જોડીમાં જ જોવા મળતાં ફ્લેમીંગો એટલે કે સારસ પક્ષીઓના આગમન સાથે જ પર્યટકો પણ પરિએજની વાટ પકડે છે. હાલમાં ફ્લેમીંગોની કેટલીક જોડી આવી ગઇ છે અને આગામી દિવસોમાં વધુ ફ્લેમીંગો આવશે. માર્ચ મહિના સુધી પરીએજમાં પ્રવાસી પક્ષીઓ પરિએજમાં રહેશે. વિદેશી પક્ષીઓ માટે પરિએજ તળાવ સૌથી વધુ અનુકુળ છે