Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સરકારે એપ્રિલ 2025માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી 2.37 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા. વાર્ષિક ધોરણે તેમાં 12.6%નો વધારો થયો છે. આ GST કલેક્શનનો રેકોર્ડ છે.


અગાઉ, એપ્રિલ 2024માં સૌથી વધુ GST કલેક્શનનો રેકોર્ડ બન્યો હતો. ત્યારે સરકારે 2.10 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. સરકારે ગુરુવાર, 1 મેના રોજ GSTના આંકડા જાહેર કર્યા છે.

આ સમયગાળા દરમિયાન, સરકારે સ્થાનિક વ્યવહારોમાંથી રૂ. 1.90 લાખ કરોડનો કર વસૂલ કર્યો છે. વાર્ષિક ધોરણે 10.7%નો વધારો થયો છે. તે જ સમયે, સરકારે આયાત દ્વારા 46,913 કરોડ રૂપિયાનો GST એકત્રિત કર્યો છે. એક વર્ષમાં 20.8%નો વધારો થયો છે.