શહેરમાં માંડા ડુંગર પાસેના ભીમરાવનગરમાં રહેતા મહેશભાઇ વાઘજીભાઇ ધોળકિયા એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે આજીડેમ પોલીસે તપાસ કરતા મૃતક યુવક બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હોવાનું અને સંતાનમાં એક પુત્રી હોવાનું તેમજ યુવક કડિયાકામની મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં પત્ની કાજલબેન ગણેશચોથ નિમિત્તે માવતરે ગયા હતા અને પરત આવતા દરવાજો બંધ હોય પાડોશીઓને બોલાવ્યા હતા જેથી દીવાલ ટપીને અંદર જઇને દરવાજો ખોલ્યો હતા અને રૂમમાં જઇને તપાસ કરતા પતિ લટકતો હોવાનું બહાર આવતા પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.