નાણાવર્ષ 2022-2024 દરમિયાન રોકાણના મામલે F&O સતત જોખમી સાબિત થઇ રહ્યું છે. નાણાવર્ષ 2024 દરમિયાન રોકાણકારોએ એફ એન્ડ ઓમાં 73 લાખ રોકાણકારોએ ખોટ નોંધાવી છે. જેમાં વ્યક્તિદીઠ સરેરાશ ખોટની રકમ રૂ.1.2 લાખ છે.
સેબીના સ્ટડી અનુસાર નાણાવર્ષ 2022 થી 2024 દરમિયાન 93% અથવા 1 કરોડ રોકાણકારોએ રૂ.2 લાખ સુધીનું નુકસાન ભોગવ્યું છે. એકંદરે આ ખોટની રકમ રૂ.1.8 લાખ કરોડની આસપાસ છે. નાણાવર્ષ 2024 દરમિયાન, કુલ રૂ.75,000 કરોડની આસપાસ ખોટ થઇ હતી. સેબીના સ્ટડી અનુસાર અંદાજે 4 લાખ ટ્રેડર્સે આ સમયગાળા દરમિયાન અંદાજે રૂ.28 લાખની ખોટ નોંધાવી છે, જેમાં ટ્રાન્ઝેક્શન ખર્ચ પણ સામેલ છે.
બીજી તરફ, ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન માત્ર 7.2% વ્યક્તિગત F&O ટ્રેડર્સે જ ફાયદો નોંધાવ્યો છે અને માત્ર 1% વ્યક્તિગત ટ્રેડર્સ જ રૂ.1 લાખ સુધીનો નફો કરવામાં સફળ રહ્યા છે. તે ઉપરાંત, નાણાવર્ષ 2024 દરમિયાન વ્યક્તિગત ટ્રેડર્સ અથવા રિટેલ ટ્રેડર્સની સંખ્યા બમણી વધીને 96 લાખ પર પહોંચી ચુકી છે જે નાણાવર્ષ 2022 દરમિયાન 51 લાખ હતી.