માત્ર જિન્સ, આહાર કે વ્યાયામથી શારીરિક વિકાસ શક્ય નથી. આના માટે ભાવનાત્મક સહયોગ, પ્રેમ અને ખુશી પણ ખૂબ જરૂરી છે. તણાવ ઊંચાઈ વધારતા હોર્મોન્સને અવરોધી શકે છે લોફબોરો યુનિવર્સિટીમાં જૈવિક માનવવિજ્ઞાનના પ્રોફેસર બેરી બોગિન 50 વર્ષથી આ તથ્યનો અભ્યાસ કરી રહ્યા છે કે મનુષ્યનો વિકાસ કઈ રીતે થાય છે.
એક નવા વિશ્લેષણમાં તેમણે દાવો કર્યો છે કે અટકેલા વિકાસને ભાવનાત્મક સહકારથી આગળ વધારી શકાય છે. તેમના મતે બાળકોને તેની સૌથી નજીકની વ્યક્તિ અને જેને તે સૌથી વધુ પસંદ કરે છે તેનાથી જો પ્રેમ નથી મળતો તો ભવિષ્ય માટે કોઈ સારી આશા દેખાતી નથી. જો તે ભાવનાત્મક રીતે તણાવમાં રહે તો તે તેના શારીરિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં વિકાસ અને ઊંચાઈ માટે હોર્મોન્સનું અવરોધિત થવું પણ સામેલ છે.
તેમણે બે દેશોનું તુલનાત્મક ઉદાહરણ આપતા કહ્યું કે ગ્વાટેમાલામાં હિંસા અને રાજકીય ઊથલપાથલ છે. અહીં લોકોની સરેરાશ ઊંચાઈ સૌથી નીચી છે. પુરુષ 163 સે.મી. તો સ્ત્રીઓ 149 સે.મી. લાંબી છે. ત્યારે નેધરલેન્ડની નીતિઓ, નાગરિક સુરક્ષાનું બધા સમર્થન કરે છે. અહીં લોકોની સરેરાશ ઊંચાઈ સૌથી વધુ છે. અહીં પુરુષોની ઊંચાઈ183 સેમી અને મહિલાઓની ઊંચાઈ 169 સેમી છે. પ્રોફેસર બોગીને બે દાયકાના રેકોર્ડનો અભ્યાસ કર્યો, જેમાં સૌથી લાંબી મંદી 1873થી 1879નો સમયગાળો પણ સામેલ છે.